save water and solutions
પાણીની સમસ્યા (save water)
મહાવીર સ્વામી એ વરસો પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે "પાણીને ઘી ની જેમ વાપરો" તેવા સમયે આ વાત કેમ કરી હતી? આવુ તેમને કેમ કહ્યુ હસે? વરસો પહેલાં વિપુલ પ્રમાણમાં પાણી હતું.બારેમાસ જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળતું હતું. તે સમયમા ઘી અમુલ્ય હશે. લોકો પર્યાવરણ ના નિયમોનું પાલન કરતા હતા.. સમય જતાં જતાં પાણી નો વપરાશ વધતો ગયો છે
જેમ જેમ વર્ષો વીતતાં ગયા તેમ તેમ પાણી ની સમસ્યા વધતી ગઈ. કારણ! વધતી જતી માનવોની સંખ્યા,મોટા મોટા કારખાનાઓ, ઈન્ડસ્ટ્રીઓ, મકાન બાંધકામો,મોટી મોટી હાઇરાઝ બિલ્ડિંગ, હવાનું પ્રદૂષણ,સૂર્ય ના તાપમાં વધારો,વરસાદ પડવામા અનિયમિતતા, પાણી વપરાશમાં જંગી વધારો, બિન જરૃરી પાણીનો બગાડ
પૂરા બ્રહ્માંડની અંદર માત્ર પૃથ્વી ઉપર માનવ વસ્તી અને પાણી ધરાવે છે. માટે આપણે પાણીનું મૂલ્ય સમજવું જોઈએ. પાણીનું અસ્તિત્વ ટકાવી રાખવા બની શકે તેટલા પ્રયત્નો કરવા જોઈએ. એવા પગલા લેવા જોઈએ કે પાણીની સમસ્યા ઓછી થાય. સમગ્ર પૃથ્વી પર પાણી 71% જેટલુ છે. તેમાંય પીવાનું પાણી બહુજ ઓછા પ્રમાણમાં છે. કુદરત ના ચક્ર પ્રમાણે વરસાદ અને બાષ્પીભવન આપમેળે ચાલે છે. લોકોની સારી આદતોથી પાણીની સમસ્યા નિવારી શકાય છે.
કુદરતે દરેક જીવને ઘણી બધી મૂલ્યવાન વસ્તુઓ ભેટમાં આપેલી છે. જે વસ્તુઓ માનવી ક્યારેય અને કોઈ પણ ભોગે બનાવી નહિ શકે. પાણી એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. તો શા માટે આપણે પાણીનો બગાડ કરીએ!! પાણીની બચત કરીને આપણે કુદરતના નિયમનું પાલન કરીએ. આપણે આજે પાણીની બચત કરીશું તો આપણી આવનારી પેઢીઓ માટે પાણી સહેલાઈથી મળી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે "કર્મ કરતો જા ફળની આશા ન રાખીશ". તેમ આપણે કર્મ ના રૂપમાં પાણીની બચત કરવાની છે. આપણે કરેલા કર્મ રૂપી પાણીની બચત, ફળ સ્વરૂપે આપણી આવનારી પેઢીને મળશે જ.
શા માટે આપણે પાણીની બચત કરવી જોઈએ
# સ્વચ્છ પાણીના અભાવે અને ગંદા પાણીના કારણે લોકો વધુ બિમાર પડે છે.
# ગ્રામ્ય વિસ્તારોમાં લોકો 4 થી 5 km સુધી ચાલીને પીવા માટેનું પાણી ભરવા જવુ પડે છે.
# વીજળીના ઉત્પાદન માટે.
# રોજીંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓ માટે.
# પૃથ્વી પર દરેક જીવો ને ટકાવી રાખવા માટે.
# દેશનું આર્થિક અર્થતંત્ર ટકાવી રાખવા માટે.
# મોટા મોટા કારખાનાઓ ઈન્ડસ્ટ્રીયલો બાગ બગીચાને જીવંત રાખવા માટે.
# તમારા મનગમતા ફુલોને સુગંધિત રાખવા માટે.
પાણી બચાવવાની પધ્ધતિઓ;
# દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને.
# વસ્તુઓ સાફ કરતી વખતે, શાકભાજી, ફળો, કઠોળ, વિગેરેની નળની ની જગ્યાએ પાણીના વાસણમાં સાફ કરવા.
# ખેતીવાડી બાગ બગીચા ફૂલછોડમાં ટપક સિંચાઈ પધ્ધતિ નો ઉપયોગ કરવો.
# શૌચાલયમા ક્રિયાઓ દરમિયાન જરૂરી પાણીનો ઉપયોગ કરવો.
# નહાતી વખતે ડોલ અને મગનો ઉપયોગ કરવો, શાવર થી બાથ કરતી વખતે જરૂરી વગરનું પાણી બંધ કરી દેવું જોઈએ.
# જ્યાં જ્યાં પાણીની લાઇન લીકેજ હોય ત્યાં ત્યાં રીપેરીંગ કરી દેવું જોઈએ.
# વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ભૂગર્ભ માં ટાંકી, ચેક ડેમ, તળાવો, બાંધવા.
message; water is very important for human, so let's to do something and we will save water for next generation.
Comments
Post a Comment